અમેરિકાના 9/11 હુમલાની તપાસના ડોક્યુમેન્ટ્સ જાહેર કરાશે

Wednesday 08th September 2021 06:08 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઇડને તાજેતરમાં ૯/૧૧હુમલા સંબંધિત તપાસ દસ્તાવેજો જાહેર કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. બાઇડને નવેમ્બરમાં ચૂંટણી રેલીઓમાં આ હુમલાનો ભોગ બનેલા પીડિત પરિવારોને ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને કરેલી તપાસ સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજ જાહેર કરવાનું વચન આપ્યું હતું.
બાઇડને આપેલા આદેશમાં દસ્તાવેજ જાહેર કરી શકાય તે માટે જ્યુડિશિયરીને બિનવર્ગીકૃત થનારા દસ્તાવેજો ફરી ચકાસી લેવા તાકીદ કરાઈ હતી. હવે એટર્ની જનરલ મેરિક ગાર્લેન્ડ તે દસ્તાવેજોની ચકાસણી કરશે અને છ મહિનામાં તે જાહેર કરાશે. બાઇડને જણાવ્યું હતું કે તેમણે જે વચન આપ્યું હતું તે પૂરું કરવાની દિશામાં તેઓ એક ડગ માંડી રહ્યા છે. ૧૧ સપ્ટેમ્બરે આ હુમલાને ૨૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. ૨૦ વર્ષ પછી અમેરિકી સૈન્ય અફઘાનિસ્તાનમાંથી પાછું ફર્યું છે.’
૧૧ સપ્ટેમ્બરના રોજ ગ્રાઉન્ડ ઝીરો ખાતે ૨૦ વર્ષ પહેલાં જે લોકો મૃત્યુ પામ્યા હતા કે જે લોકો ઘવાયા હતા તેમને સન્માનપૂર્વક યાદ કરવા યોજાનારા કાર્યક્રમમાં પ્રમુખ બાઇડેન પણ ઉપસ્થિત રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter