અમેરિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત શ્વેતોની વસતી ઘટી

Wednesday 18th August 2021 07:17 EDT
 
અમેરિકાની શ્વેત વસતીમાં પહેલીવખત ઘટાડો નોંધાયો છે. અમેરિકન પોપ્યુલેશન બ્યૂરોના ૨૦૨૦ના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. તે તાજેતરમાં જારી કરાયો હતો. તે અનુસાર ૨૦૧૦ પછી દેશમાં શ્વેતોની વસતીમાં ૮.૬%નો ઘટાડો થયો છે. હવે શ્વેત (બિનહિસ્પેનિક કે લેટિન)ની સંખ્યા અમેરિકાની વસતીના ૫૮% છે.
બિનહિસ્પેનિક શ્વેત વસતી ૬૦%થી નીચે આવી હોય તેવું પહેલીવખત બન્યું છે. એક દાયકામાં લઘુમતી સમૂહોમાં ઉલ્લેખનીય વધારો નોંધાયો છે. હિસ્પેનિક કે લેટિનની વસતી ૨૩% વધી છે. અન્ય અશ્વેતોની વસતી ૫.૬% વધી છે. જ્યારે અમેરિકામાં એશિયન લોકોની વસતીમાં પણ ૩૫%નો વધારો થયો છે. વસતીગણતરી બ્યૂરોના અધિકારી નિકોલસ જોન્સે કહ્યું કે અમેરિકાની વસતી પહેલાંની સરખામણીએ વધારે બહુજાતીય અને જાતિવાદી થઈ ગઈ છે.
આ મામલે સૌથી વધુ વિવિધતા ધરાવતાં રાજ્યો હવાઈ, કેલિફોર્નિયા, નેવાદા, ટેક્સાસ, મેરિલેન્ડ, વોશિંગ્ટન ડીસી, ન્યુજર્સી અને ન્યુયોર્ક છે. ટેક્સાસમાં શ્વેત અને હિસ્પેનિક વસતી લગભગ સરખા પ્રમાણમાં છે. અહીં શ્વેત ૩૯.૭% અને હિસ્પેનિક ૩૯.૩% છે. ગત દાયકામાં અમેરિકાની વસતીમાં ૭.૪%નો વધારો થયો હતો. અમેરિકી ઈતિહાસમાં આ બીજો સૌથી ધીમો વધારો છે. અગાઉ ૨૦૦૦ અને ૨૦૧૦ની વચ્ચે ૯.૭% વસતી વધી હતી. 

comments powered by Disqus

to the free, weekly Gujarat Samachar email newsletter