વોશિંગ્ટનઃ અમેરિકામાં 250 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર દેશની વસ્તીમાં ઘટાડો થવાનો છે. આનું કારણ એ છે કે અમેરિકા આવતા ઇમિગ્રન્ટ્સ ઘટયા છે. દેશમાં આ વર્ષે ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં 5.25 લાખનો ઘટાડો થવાનો છે જયારે અમેરિકામાં નવા જન્મ લેનારા બાળકોનો આંકડો 5.19 લાખ આસપાસ રહેવા અનુમાન છે. આમ, ચાલુ વર્ષે અમેરિકાની વસ્તીમાં 6,000નો ઘટાડો થઈ છે. અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ અમેરિકામાં સિવિલ વોરમાં 7 લાખ લોકો માર્યા ગયા હતા ત્યારે પણ વસ્તી ઘટી નહોતી. કોરોનાકાળમાં પણ યુએસની વસ્તીનો ગ્રાફ નીચો નહોતો ગયો. તેથી આ વર્ષે તેની વસ્તીમાં ઘટાડો ઐતિહાસિક હશે.