અમેરિકાના પ્રથમ મહિલા પ્રમુખના અભ્યાસ માટે કમલા હેરિસ પ્રોજેક્ટ

Wednesday 28th July 2021 03:14 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકાની યુનિવર્સિટીઓના સ્કોલર્સના ગ્રુપને કમલા હેરિસ પ્રોજેક્ટ એડવાઇઝરી બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો હેતુ અમેરિકાના પ્રથમ અશ્વેત, પ્રથમ ભારતીય અમેરિકન અને પ્રથમ મહિલા વાઇસ પ્રેસિડેન્ટનો અભ્યાસ કરવાનો છે. આ પ્રોજેક્ટ યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના ડોર્નસીફ સેન્ટર ફોર લીડરશીપ બાય વિમેન ઓફ કલરમાં થશે. તેની પોતાની કોઈ વેબસાઈટ નથી, પણ તેનું ફેસબુક પેજ છે. પેજ પરના એડમિનિસ્ટ્રેટરોએ નોંધ્યું હતું કે આ કોઈ ફેન પેજ નથી. પરંતુ તેમાં શૈક્ષણિક ચર્ચાઓ પર વધારે ધ્યાન અપાશે. આ સ્કોલરો નિષ્પક્ષ છે અને આ પ્રોજેક્ટ પ્રોફિટ માટે નથી. કમલા હેરિસ મૂળ ચેન્નાઈના બ્રેસ્ટ કેન્સર રિસર્ચર શ્યામલા ગોપાલનના પુત્રી છે. હેરીસના પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકન - અમેરિકન ઈકોનોમિસ્ટ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર એમેરીટેટસ હતા. ગોપાલને ૧૯૭૧માં છૂટાછેડા થયા પછી બંને પુત્રીઓને મોટાભાગે પોતાની જાતે જ ઉછેરી હતી.
કેલિફોર્નિયાના જુનિયર સેનેટરે ૨૦૧૯ના અંત ભાગમાં ટોચની સીટ મેળવવા પ્રયાસ કર્યો હતો.પરંતુ, ડેમોક્રેટિકસની ભીડભરી સ્પર્ધામાં તેઓ બહાર થઈ ગયા હતા. પ્રેસિડેન્ટ જો બાઈડને તેમના નીકટના સાથી તરીકે તેમની પસંદગી કરી હતી કમલા હેરિસ પ્રોજેક્ટ દ્વારા ગઈ ચોથી મેએ પરિસંવાદનું આયોજન કરાયું હતું.
 તેમાં વાઈસ પ્રેસિડેન્ટના હોદ્દા પર તેમના પ્રથમ ૧૦૦ દિવસની સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં વેલેસ્લી કોલેજના સાધવાણી અને મહેશ અરોરાએ ૧,૦૦૦ ભારતીય અમેરિકાનોના સર્વેના પરિણામો રજૂ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે અમને કમલા હેરિસ માટે ભારતીય અમેરિકનોનું ભારે સમર્થન જોવા મળ્યું હતું. તે ઉપરાંત વધુ ભારતીય અમેરિકનોની રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા અને ભારતીય અમેરિકનોનું આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય હિત સર્વ સામાન્ય હોય છે તે માન્યતા જણાઈ હતી. આ તારણો સૂચવે છે કે મોટાભાગના ભારતીય અમેરિકનો ડેમોક્રેટિક પાર્ટી સાથે છે તેમની ઈચ્છા વધુ વર્ણનાત્મક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter