ન્યૂ યોર્કઃ સિગ્રામ બ્રાન્ડના પ્રખ્યાત દારૂ બનાવતી કંપનીના માલિકની વારસદાર ક્લેરી બ્રોનફમને મહિલા સેક્સ સ્લેવ (ગુલામ)ની ગુપ્ત સોસાયટીમાં પોતાની ભૂમિકાની કબુલાત કરી હતી. તેની સામે નાણા કમાવવા ઘૂસણખોરોને આશ્રય આપવા અને તેમની માહિતી સરકારથી છુપાવવા તેમજ છેતરપિંડી કરવા ઓળખના ઉપયોગ જેવા બે કેસ કરાયા હતા.
મે મહિનામાં ચાલનાર કેસમાં તે ટ્રાયલને ટાળી શકે છે. હવે બળજબરીથી મજૂરી ષડયંત્ર અને સેક્સ ટ્રાફિકીંગના આરોપી ૫૮ વર્ષના કિથ રાનિરી એકલા જ કેસમાં આરોપી રહે છે.
ગયા વર્ષે મેક્સિકોની સરહદેથી પકડાયેલા રાનિરી સામે સેક્સ વર્કર્સની 'પિરામિડ' યોજના ચલાવવાનો કેસ છે. આ યોજનામાં તે એકલો જ પુરુષ છે અને બાકીની એક ડઝન જેટલી મહિલાઓ છે જેમને સ્લેવ અને માસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે.
૪૦ વર્ષની ક્લેરી બ્રોનફમ પૂર્વ ઘોડેસવાર એક્વેસ્ટ્રિયન શો જમ્પર અને દારૂની વિશ્વ પ્રખ્યાત સિગ્રામ કંપનીના કેનેડિયન ચેરમેન એડગર બ્રોનફમનની પુત્રી છે. તેમની કુલ સંપત્તિ ૨.૬ અબજ ડોલર મનાય છે.
ક્લેરીએ ૧૦ કરોડ ડોલર જેટલા તેના નાણા એનએક્સવિયનની સહાયમાં વાપર્યા હતા. તે આ ગ્રુપની સભ્ય હતી. આ નાણાનો ઉપયોગ તેઓ પોતાના હરીફો સામે સમન્સ કાઢવા, ડેટા મેળવવા ખોટી ઓળખ ઊભી કરવા અને રાનિરીને તેની સ્વર્ગસ્થ સહાયકના ક્રેડિટ કાર્ડથી કરેલી ખરીદીની રકમ ચૂકવવા કરતી હતી.
ક્લેરી ઉપરાંત અન્ય પાંચ જણાએ પોતાની સંડોવણીનો સ્વીકાર કરી લીધો હતો. ‘સ્મોલવિલા’ નામની ટીવી સિરિયલની અભિનેત્રી એલીસન મેકે મેન્ટરશીપ ગ્રુપના વિકાસ માટે કથિત રીતે મહિલાઓની નિમણૂક કરવાનો આરોપ કબૂલ્યો હતો.