વોશિંગ્ટન: અમેરિકાના અનેક રાજ્યોમાં ઓછામાં ઓછા ૫૦૦ લોકો સેલમોનેલા (બેક્ટેરિયા)નો શિકાર બની ગયા છે. કેનેડામાં પણ આ જ પ્રકારના મામલા સામે આવ્યા છે. સીએનએનના રિપોર્ટ અનુસાર આશરે ૬૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક કંપની દ્વારા સપ્લાય કરવામાં આવેલી ડુંગળીને કારણે આ લોકો બીમાર પડયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જ્યારે કેનેડામાં ૧૧૪ લોકો આ ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના ૩૧ રાજ્યોમાં સેલમોનેલા પોઇઝનિંગનો શિકાર બન્યા છે. જેની પાછળનું કારણ થોમસન ઇન્ટરનેશનલ નામની કંપની દ્વારા પુરી પાડવામાં આવેલી ખરાબ ડુંગળી જવાબદાર હોવાના દાવા થઇ રહ્યા છે.
બીજી તરફ કંપનીએ દાવો કર્યો છે કે તેની તપાસમાં સામે આવ્યું છે કે લાલ ડુંગળીને કારણે લોકો બીમાર પડી ગયા હતા. જોકે કંપનીએ જે પણ ડુંગળીનો જથ્થો વેચ્યો હતો તે બધો જ જથ્થો પરત મગાવી રહી છે.