અમેરિકાનાં સ્પેસક્રાફ્ટને ભારતીય અમેરિકન કલ્પના ચાવલાનું નામ અપાયું

Wednesday 16th September 2020 09:23 EDT
 

વોશિંગ્ટન: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ખાતે જનારા અમેરિકાનાં કોમર્શિયલ કાર્ગો સ્પેસક્રાફ્ટને ભારતીય અમેરિકન નાસાનાં અવકાશયાત્રી કલ્પના ચાવલાનું નામ આપવામાં આવ્યું છે. ભારતમાં જન્મેલી આ મહિલા અવકાશમાં જનાર પ્રથમ મહિલા હતી. સમાનવ સ્પેસ ફ્લાઈટમાં તેમના વિશિષ્ટ યોગદાન માટે તેમની સ્મૃતિમાં સ્પેસક્રાફ્ટને કલ્પના ચાવલા નામ આપવા નિર્ણય લેવાયો હતો. અમેરિકાની ગ્લોબલ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ ટેકનોલોજી કંપની નોર્થરોપ ગ્રુમને જાહેરાત કરી હતી કે તેની હવે પછીની આધુનિક સિગ્નલ કેપ્સ્યુલને એસ. એસ. કલ્પના ચાવલા નામ આપવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter