અમેરિકાની 250મી જયંતીઃ ટ્રમ્પે નવા પાસપોર્ટની ડિઝાઇન જારી કરી

Saturday 04th July 2026 15:24 EDT
 
 

વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ટ્રમ્પે દેશની 250મી વર્ષગાંઠે જારી થનારા વિશેષ અમેરિકી પાસપોર્ટની નવી ડિઝાઈન જારી કરી છે. આ લિમિટેડ એડિશન પાસપોર્ટ પર ટ્રમ્પની તસવીર પણ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પાસપોર્ટનો નમૂનો શેર કરતાં લખ્યું હતુંઃ ‘અમેરિકાના નવા પાસપોર્ટમાં લખ્યું છે - સ્વાગત છે, પરંતુ સારો વ્યવહાર રાખજો.’ નવી ડિઝાઈનના પાસપોર્ટના એક પાના પર પ્રમુખ ટ્રમ્પની તસવીર છે. તસવીરની પાછળની પૃષ્ઠભૂમિ પર અમેરિકાની ઐતિહાસિક સ્વતંત્રતા ઘોષણાનો પાઠ છે. તેની નીચે ટ્રમ્પના હસ્તાક્ષર પણ જોવા મળે છે. તેની સામેના પાને જાણીતા ચિત્રકાર જોન ટૂંબુલના જાણીતા પેઇન્ટિંગ ‘ધ ડેક્લેરેશન ઓફ ઈન્ડિપેન્ડન્સ’ છપાયું છે. કહેવાય છે કે પાસપોર્ટમાં જોવા મળતી ટ્રમ્પની તસવીર સ્મિથસોનિયન નેશનલ પોટ્રેટ ગેલેરીમાં લાગેલી ટ્રમ્પની સત્તાવાર તસવીરથી પ્રેરીત છે. અમેરિકી વિદેશ વિભાગે આ વર્ષે પાસપોર્ટની જે પ્રાથમિક ડિઝાઇન જારી કરી હતી તેમાં અલગ તસવીર હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર વિશેષ પાસપોર્ટની ડિઝાઇનનો નમૂનો જારી કર્યા પછી વ્હાઈટ હાઉસે પણ ‘એક્સ’ પર તેને જારી કરતાં લખ્યું હતું કે, ‘અમરિકાની 250મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં નવો અમેરિકી પાસપોર્ટ.' આ પોસપોર્ટના આગળ- પાછળ અને અંદરના કવરપેજ પર વિશેષ કલાકૃતિ અને બહેતર ગુણવત્તા ધરાવતી તસવીરો પણ અંકિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter