અમેરિકાની ધમકીઓ વચ્ચે ઇરાનની ૪૪ કરોડ ડોલરની ડીલ

Wednesday 18th September 2019 08:14 EDT
 

વોશિંગ્ટનઃ એક તરફ ઈરાન અને અમેરિકાના સંબંધો વણસેલા છે જ્યારે બીજી તરફ ઇરાન આ વિસ્તારમાં એક મોટી ઓઇલ ડીલ કરી છે. ઓઇલ મિનિસ્ટર બિજાન નામદારે જણાવ્યું હતું કે, બન્ને સરકારી  કંપનીઓ પાર્સ ઓઇલ અને ગેસ કંપની તેમજ પેટ્રોપાર્સ વચ્ચે કરારો થયા છે. ૪૪૦ મિલિયન ડોલરના આ કરારો સંવેદનશિલ ગલ્ફમાં ગેસ ફિલ્ડને વધુ ડેવલપ કરવા માટે થયા છે. આ અંગે જાણકારી આપતા ઇરાન સરકારે જણાવ્યું હતું કે આ કરારો પર સહી સાથે જ બન્ને કંપનીઓની સંયુક્ત કામગીરી પણ શરૂ થઇ ગઇ છે. ઇરાનના પ્રધાને જણાવ્યું હતું કે અમે જીવીત છીએ અને સક્રિય છીએ. સાથે જ ઇરાનની ઓઇલ ઇન્ડસ્ટ્રી માટે કામ પણ કરી રહ્યા છીએ. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter