વોશિંગ્ટનઃ પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. ‘ધ લેટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટ’ પર આપેલા ઇન્ટરવ્યુમાં કમલા હેરિસે કહ્યું હતું કે તેઓ હવે કેલિફોર્નિયાના ગવર્નરપદ સહિત કોઈ પણ રાજકીય પદ માટે ચૂંટણી લડશે નહીં. દેશની પોલિટિકલ સિસ્ટમ પડી ભાંગી છે અને હું લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરવા માટે પૂરતી મજબૂત નથી. કેલિફોર્નિયાના ગવર્નર રહી ચૂકેલા હેરિસે કહ્યું કે તેમણે પોતાની કારકિર્દી દરમિયાન જનતાની સેવા કરી છે. મેં ગવર્નર બનવા વિશે ઘણું વિચાર્યું. મને મારું રાજ્ય કેલિફોર્નિયા ગમે છે, પરંતુ હવે મને લાગે છે કે સિસ્ટમમાં પરિવર્તન લાવવાની મારી ક્ષમતા નબળી થઈ ગઈ છે. હેરિસે એમ પણ કહ્યું કે પોતે હવે દેશભરમાં પ્રવાસ કરવા માંગે છે અને લોકો સાથે વાત કરવા માંગે છે, પરંતુ મત માંગવા નહીં. તેઓ લોકોની વાત સાંભળવા માંગે છે. ઉલ્લેખનીય છે કે કમલા હેરિસ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે હારી ગયા હતા.