અમેરિકાની વિવિધ ચૂંટણીમાં પાંચ મહિલાઓ સહિત ૧૪ ભારતીય-અમેરિકનો જીત્યા

Friday 13th November 2020 05:47 EST
 
 

વોશિંગ્ટનઃ તાજેતરમાં યોજાયેલી કોંગ્રેસ અને રાજ્યની એસેમ્બલીની ચૂંટણીઓમાં એક ડઝન કરતાં વધુ ભારતીય અમેરિકનો ચૂંટાઈ આવ્યા છે. કેટલાકે તો પહેલી વખત ચૂંટાઈને ઇતિહાસ રચ્યો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં ચાર ભારતીય મૂળના લોકો તો ચૂંટાયા હતા, પરંતુ વિવિધ એસેમ્બલીમાં પણ એક ડઝન ઉપરાંત ભારતીયોએ વિજય હાંસલ કર્યો હતો.
વિધાનસભામાં ચૂંટાયેલી પાંચ મહિલાઓમાં સ્ટેટ લેજીસ્લેટર જેનિફર રાજકુમાર (ન્યૂયોર્ક), નિમા કુલકર્ણી (કેન્ટુકી સ્ટેટ), કેશા રામ (વોરમોન્ટ રેસ્ટે) અને પદમા કુપ્પા (મિશિગન સ્ટેટ)નો સમાવેશ થતો હતો. વોરમોન્ટ સ્ટેટ સેનેટમાં વિજેતા બનનાર કેશા રામ પ્રથમ બ્રાઉન કલરનાં મહિલા છે.
પેનસિલ્વેનિયાની જનરલ એસેમ્બલીમાં ચૂંટાઈ આવનારા નિખિલ સાવલા પ્રથમ ભારતીય અમેરિકન છે. ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં ચૂંટાઈ આવનાર જેનિફર રાજકુમાર પ્રથમ એશિયન મહિલા છે. નોર્થ કેરોલિના સ્ટેટ સેનેટમાં જ ચૌધરી, તો એરિઝાના સ્ટેટ હાઉસમાં અમીશ શાહ અને પેનસિલ્વેનિયામાં નિખિલ સાવલા ચૂંટાઈ આવ્યા હતા. મિશિગન સ્ટેટ હાઉસમાં રાજીવ પુરી અને ન્યુયોર્ક સ્ટે સેનેટમાં જેરેમી કુની પણ વિજય બન્યા હતા. કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં સતત ત્રીજી વખતે એશ કાલરા ચૂંટાઈ આવ્યા હતા. તો ટેક્સાસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટ જજ તરીકે રવિ સંદિલા જીત્યા હતા.
જો પરાજિત ભારતીય-અમેરિકનની વાત કરીએ તો બે મહિલાઓ સહિત ચાર ઉમેદવારો ચૂંટણીમાં હાર્યા છે. ટેક્સાસમાંથી શ્રી પેસ્ટન કુલકર્ણી, વર્જિનિયામાંથી માંગા અનંતનુલા અને કેલિફોર્નિયામાંથી રિતેશ ટંડન તેમજ નિશા શર્મા જીતી શક્તા નહતા. એવી જ રીતે ભારતીય અમેરિકન સારા ગિદીઓન અને રિક મહેતા અનુક્રમે મેઈની અને ન્યૂજર્સીમાંથી સેનેટની ચૂંટણી હાર્યા હતા.
આ વખતે લગભગ ૨૦ લાખ ભારતીય અમેરિકનોએ મતદાન કર્યું હતું. ફ્લોરિડા, પેલસિલવેનિયા અને મિશિગનમાં પાંચ લાખ ભારતીય મૂળના લોકો મતદાર છે. એરિઝોનમાં ડોક્ટર હિરલ તિપિરનેની પાતળી સરસાઈ ભોગવી રહ્યા હતા. એવી જ રીતે ન્યુજર્સી સ્ટેટ સેનેટમાં રૂપાંદે મહેતા અને પેન્સિલવેનિયા ઓડિટર જનરલ માટે નિન અહેમદનું પરિણામ બાકી હતું. મોટા ભાગના ભારતીય અમેરિકનોને ઇમ્પેક્ટ ફંડ દ્વારા નાણાકીય સહાય અપાઈ હતી. આ સંસ્થાએ લગભગ એક કરોડ ડોલર ભેગા કર્યા હતા.

ભારતીય મૂળના કરોડપતિ થાનેદાર મિશિગનમાં ચૂંટાયા

બે વર્ષ પહેલા ગવર્નરની ચૂંટણી લડેલા ભારતીય અમેરિકન કરોડપતિ શ્રી થાનેદાર ૯૩ ટકા મત સાથે મિશિગન હાઉસમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચૂંટાઈ આવ્યા હતા. વૈજ્ઞાનિક એવા ૬૫ વર્ષના થાનેદાર છ વિરોધીઓને સ્ટેટ હાઉસ પ્રાઈમરીમાં હરાવ્યા હતા. અને પોતાની સંપત્તિમાંથી જ ૪,૩૮,૬૨૦ ડોલર ભેગા કર્યા હતા. ગવર્નર પદના પૂર્વ ઉમેદવાર ૨૦૧૮ની પ્રાઈમરીમાં એન્ને આરબોરમાં હાર પછી ડેટ્રોઈટમાં સ્થળાંતર કર્યું હતું. બે વર્ષ પહેલા તેનું ચૂંટણી સૂત્ર હતુંઃ ‘શ્રી ફોર વી’ જે ટીવી ચેનલોમાં ખુબ ચાલ્યું હતું.
તેઓ થર્ડ ડીસ્ટ્રીક્ટ ઓફ મિશિગનમાંથી ૯૩ ટકા મતો સાથે વિજેતા બન્યા હતા. વર્ષ ૨૦૧૮માં થાનેદારે પોતાના ખજાનામાંથી ચૂંટણી માટે લાખો ડોલર ખર્ચ્યા હતા. જોકે આમ છતાં તેઓ ગવર્નર ગ્રેટેચમ વ્હીટમોર અને અબ્દુલ અલ સૈયદથી પાછળ ત્રીજા ક્રમે રહ્યા હતા. કર્ણાટકના બેલગામના મૂળ નિવાસી થાનેદાર ૧૯૭૯માં અમેરિકા આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter