અમેરિકાને આશંકાઃ ચાઇનીઝ વાહનો અને સ્માર્ટ કારથી જાસૂસીનું જોખમ

Saturday 09th March 2024 05:23 EST
 
 

વોશિંગ્ટનઃ ચીનમાં બનેલી સ્માર્ટ કારો અને અન્ય વાહનો દ્વારા અમેરિકનોની જાસૂસી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું શકે છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસને કહ્યું કે તે ચીનમાં બનતી સ્માર્ટ કારો અને વાહનોની ઝીણવટભરી તપાસ કરશે. આ વાહનો તેને ચલાવતા અમેરિકનો વિશે માહિતી એકત્ર કરી શકે છે. સૂચિત તપાસ બાદ નવા નિયમો બનાવવામાં આવે તે પણ શક્ય છે, જેનો હેતુ ચીનને ઈલેક્ટ્રિક કારો અને અન્ય કનેક્ટેડ વાહનોમાં ડ્રાઈવરો અને તેની વ્યક્તિગત જાણકારીને ટ્રેક કરવા માટે આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરવાથી રોકવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter