વોશિંગ્ટનઃ યુએસ બોર્ડર પેટ્રોલના જવાનોએ દેશમાં ગેરકાયદે રહેતા અને કોમર્શિયલ લાયસન્સની મદદથી સેમી-ટ્રક ચલાવતા 30 ભારતીય ડ્રાઇવરોને ઝડપી લીધા હતા. કેલિફોર્નિયાના એલ સેન્ટ્રો સેક્ટરમાં આવેલાં ઇમિગ્રેશન ચેકપોઈન્ટ ઉપર આવતાં તમામ વાહનોના ચેકિંગ દરમ્યાન 49 ગેરકાયદે વસવાટ કરતા ડ્રાઇવરો ઝડપાયા હોવાનું યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન વિભાગે જણાવ્યું હતું. જેમની ધરપકડ કરાઇ છે તે પૈકી 30 ભારતીય ડ્રાઇવરો છે, બે અલ-સાલ્વાડોરના જ્યારે બાકીના ચીન, હૈતી, એરિટેરિયા, હોન્ડુરાસ, મેક્સિકો, રશિયા, સોમાલિયા, તૂર્કિયે અને યુક્રેનના નાગરિકો છે.


