અમેરિકામાં 6 ટકા ભારતીયો ગરીબીની રેખા નીચે જીવે છે

Sunday 28th April 2024 07:30 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં રહેતા 6 ટકા ભારતીય અમેરિકનો ગરીબીની રેખા નીચે જીવે છે. આ વાત ભારતીયોને ગળે ઉતરે એવી નથી, પરંતુ પ્યુ રિસર્ચ સેન્ટરે જાહેર કરેલા 2023ના આંકડાઓ આ હકીકત રજૂ કરે છે. અમેરિકામાં વસતાં ભારતીય ગરીબોની જાહેર થયેલી ટકાવારીમાંથી 14 ટકા એવા છે જે પોતાનો મેડિકલ ખર્ચ પણ કરી શકતા નથી. એશિયનમાંથી બર્મી અમેરિકની સ્થિતિ 19 ટકા સાથે સૌથી કફોડી છે. જ્યારે 13 ટકા પાકિસ્તાની અમેરિકન ગરીબી રેખા નીચે જીવે છે. જ્યારે સૌથી ઓછા ક્રમે ભારતીય અને શ્રીલંકન અમેરિકન છે જેમની ગરીબીની રેખા નીચે 6 ટકાનું પ્રમાણ છે.
માહિતી પ્રમાણે યુએસમાં 42 લાખ ભારતીયો રહે છે જેમાંથી ગુજરાતીઓની સંખ્યા 8.5 લાખ જેટલી છે. એ પ્રમાણે ઉપરોક્ત 6 ટકાની વાત કરીએ તો અઢી લાખ ભારતીયો ગરીબી રેખા નીચે જીવે છે. જેમાં ગુજરાતીઓનું પ્રમાણ 50 હજાર વધુ થાય છે. મોટા ભાગનાએ સર્વેમાં જણાવ્યું હતું કે અમેરિકમાં આવતી વખતે તેમણે જોયેલું આર્થિક સપનું હવે સાવ ધૂંધળું થઈ ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter