વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે એક મોટી રાહતના સમાચાર છે. ભારત સરકારે અમેરિકામાં આઠ નવા ઇંડિયન કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર (ICAC) શરૂ કર્યા છે. આ નવા સેન્ટરો બોસ્ટન, કોલંબસ, ડલ્લાસ, ડેટ્રોઈટ, એડિસન, ઓર્લાન્ડો, રેલે અને સાન જોસ જેવા શહેરોમાં ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત, લોસ એન્જલસમાં પણ ટૂંક સમયમાં એક નવું એપ્લિકેશન સેન્ટર પણ ખુલવા જઈ રહ્યું છે.
આ નવા સેન્ટરોના ઉમેરા સાથે, અમેરિકામાં ICACની કુલ સંખ્યા હવે 17 થઈ ગઈ છે. આનો અર્થ એ છે કે ભારતીય મૂળના લાખો લોકો અને ભારતીય વિદ્યાર્થીઓને પાસપોર્ટ રિન્યુઅલ, વિઝા અરજી અથવા કોઈપણ કોન્સ્યુલર કાર્ય માટે લાંબી ક્તારોમાં રાહ જોવાથી રાહત મળશે. ભારતમાં અમેરિકાના રાજદૂત વિનય ક્વાત્રાએ આ નવા કેન્દ્રોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું.