અમેરિકામાં H-1B વિઝાધારકના જીવનસાથીને પણ જોબ પરમિટ

Tuesday 23rd November 2021 14:52 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ જો બાઈડનની સરકારે એચ1 બી વિઝાધારકોના જીવનસાથી (એચ૪ વિઝા)ને ઓટોમેટિક કામ કરવાનો અધિકાર આપતી પરમીટ ઈસ્યૂ કરવા સંમતિ આપી હતી. તેનો લાભ હજારો ભારતીય – અમેરિકી મહિલાઓને થશે. એચ-૧ બી વિઝાધારકોમાં મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ છે. તેમના નજીકના પરિજનો (જીવનસાથી અને ૨૧ વર્ષથી નાની વયના બાળકો) માટે એચ 4 વિઝા ઈસ્યૂ કરવામાં આવે છે. અમેરિકી એજન્સીના નિયમો અનુસાર તેમને પરમીટ સંબંધિત અરજી દસ્તાવેજ પડતર રહે તો ફરી પરમીટ મેળવવા રાહ જોવી પડતી હતી. તેથી તેમને કોઈ કારણ વિના ઊંચા પગારવાળી નોકરી ગુમાવવી પડતી હતી. તેનાથી તેમને અને અમેરિકી કારોબારને નુકસાન થતું હતું. થોડા મહિના અગાઉ આ વિઝાધારકોના જીવનસાથીઓ વતી અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશને કેસ કર્યો હતો તે પછી હોમ ડિપાર્ટમેન્ટ ઓટોમેટિક પરમીટ ઈસ્યૂ કરવા તૈયાર થયું હતું.




to the free, weekly Gujarat Samachar email newsletter