ડલાસઃ આશાસ્પદ યુવતીઓને ફિલ્મોમાં કામ આપવાની લાલચ આપીને તેમની પાસે દેહવ્યાપાર કરાવનાર તેલુગુ ફિલ્મોના નિર્માતા મોદુગુનુન્ડુ અને તેની પત્ની ચંદ્રાના કેસમાં ફેડરલ પોલીસે શિકાગોમાં ૪૨ પાનાના ચાર્જશીટ રજૂ કરી હતી. અહેવાલ અનુસાર, એનઆરઆઈ વેપારી મોદુગુનુન્ડુ અને તેની પત્ની યુવતીઓને ફિલ્મોમાં કામ આપવાની લાલચ આપીને ભારતથી બોલાવતાં અને ભારતીય ફિલ્મોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમની પાસે વેશ્યાવૃત્તિ કરાવતાં હતાં. દંપતી યુવતીના પ્રત્યેક ગ્રાહક પાસેથી એક રાતના ૩૦૦૦ ડોલર વસૂલતા હતા. યુએસમાં હંગામી વિઝા પર આવેલા આ બંને જણાએ ઓછામાં ઓછી પાંચ અભિનેત્રીઓને શિકાગોના બેલમોન્ટમાં ઝૂંપડપટ્ટી જેવા ઘરોમાં પરાણે રાખી હતી.
તેઓ ડલાસમાં કોઈ કોન્ફરન્સમાં ગ્રાહકોને ખેંચતા. ટોલીવૂડ ફિલ્મોના નિર્માતા બની ગયેલા મોદુગુનુન્ડુ એક એનઆરઆઈ વેપારી છે જેણે અનેક નાની ફિલ્મ અભિનેત્રીઓને ધમકી આપીને સેક્સ રેકેટ ચલાવ્યું હતું. તેની પત્ની ચંદ્રા કઈ યુવતીએ કેટલી વખત સેક્સ પ્લે કર્યું તેનો રેકોર્ડ રાખતી હતી અને તે હિસાબે તેમને પૈસા આપતી હતી. વેસ્ટ બેલ્ડમના તેમના એપાર્ટમેન્ટમાં દરોડા વખતે ચોપડા પકડાયા હતા જેમાં વિગતો લખાઈ હતી. ચંદ્રા ગ્રાહકોને ખેંચવા અભિનેત્રીઓના ફોટા પણ મોકલતી અને આમ તેઓ બંને ધંધો કરતા હતા. ફેડરલ પોલીસે તેમની સાથે થોડા મહિના પહેલાં જ કેસ કર્યો હતો.