અમેરિકામાં ગાંધી પ્રતિમાની તોડફોડ અંગે ભારતીય સમુદાય આઘાતમાં

Tuesday 09th February 2021 14:23 EST
 

વોશિંગ્ટન: મહાત્મા ગાંધીની પ્રતિમાની જ્યાં તોડફોડ કરાઈ હતી તે ઉત્તરીય કેલિફોર્નિયાના એક હોલમાં ભારતીય અમેરિકન સમુદાયે ચોથીએ ભેગા થઈને આ ઘટનાની ટીકા કરી હતી. આ ઉપરાંત હવે પછી આવી હરકત ન થાય એ માટે વધુ જાગૃત થવાની હાકલ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયાના ડેવિસ શહેરમાં એક પાર્કમાં ગાંધીની પ્રતિમાની તોડફોડ કરાઈ હતી જેથી ભારતીય સમુદાયે અઘાત અને રોષ વ્યક્ત કર્યો હતો.
સેન્ટ્રલ પાર્કમાં જાગૃતિ કાર્યક્રમમાં બોલતા ડેવિસ શહેરના મેયર ગ્લોરિયા પાર્ટિડાએ ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તોડફોડની ઘટનાઓ સાંખી નહીં લેવાય. ગાંધી આપણી પ્રેરણા છે અને અમે આવી હરકતોને ક્યારે પણ ચલાવી નહીં લઈએ. આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન એસોસિએશન ઓફ સાક્રામેન્ટો અને અન્ય ભારતીય જૂથોએ કર્યું હતું. પાર્કમાં શાંતિ સભામાં બોલતાં ડેવિસની યુનિ. ઓફ કેલિફોર્નિયાના નિવૃત્ત પ્રોફેસર શ્યામ ગોયલે ઘટના અંગે ભારે આઘાત વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, અહિંસક રીતે અને શાંતિપૂર્ણ માર્ગે તમામ સમસ્યાઓને ઉકેલવા માટે મહાત્મા ગાંધી આજના વિશ્વમાં અલગ કરી શકાય એવી વ્યક્તિ નથી. આ પ્રસંગે ખાલિસ્તાનની તરફી કેટલાક લોકો આવી ચઢ્યા હતા અને કાર્યક્રમનો વિરોધ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter