અમેરિકામાં ગુજરાતી રેસ્ટોરાં માલિક પર મહિલા કર્મચારીની છેડતીનો આરોપ

Friday 29th March 2019 03:09 EDT
 

ન્યૂ યોર્કઃ ફલોરિડામાં એમેરિકન પેનકેક ચેન રેસ્ટોરાંની ફ્રેન્ચાઇઝી ધરાવતા મનીષ પટેલ પર આરોપ છે કે તેમની રેસ્ટોરાંમાં કામ કરતી મહિલાને તેઓ વારંવાર ડેટ પર જવા દબાણ કરે છે અને તેના શરીરને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે. કમિશને મનીષ પટેલ વિરુદ્ધ કેસ કર્યો અને કહ્યું કે, રેસ્ટોરાંના માલિક અને મેનેજર મનીષ પટેલે મહિલા કર્મચારીઓની છેડતી કરી ફેડરલ નિયમોનો ભંગ કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આવી હરકતો નાગરિક અધિકાર ધારાની જોગવાઇનો ભંગ કરે છે. જેમાં સ્પષ્ટ છે કે માલિકો લિંગના આધારે તેમના કર્મચારીઓ સાથે કોઇપણ જાતનો ભેદભાવ રાખી શકે નહીં. કમિશને કેસ કરતાં પહેલાં બંને પક્ષો સાથે બેઠકથી આ મામલે સમાધાનના પ્રયાસ કર્યા પણ નિવેડો ન આવતાં ફલોરિડાની યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ દાખલ થયો હતો.

એજન્સીએ કર્મચારી સાથેના અન્યાય બદલ પાછલા પગાર, આબરૂના નુકસાન અને વળતર તેમજ નોકરીમાં રાહત માટે દાદ માગી હતી. કમિશનની ડિસ્ટ્રિક્ટ ઓફિસના સ્થાનિક એટર્ની રોબર્ટ વિસબર્ડે કહ્યું કે, એજન્સી રેસ્ટોરાં સહિત અન્ય સંસ્થાઓમાં કામ કરતી મહિલાઓની કરાતી છેડતી સામે લડતી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter