અમેરિકામાં ચક્રવાતનો કેર, સાતનાં મોત, અનેક ઘાયલ

Tuesday 08th March 2022 12:39 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ડેસ મોઇનેસમાં ચક્રવાતે ભારે તારાજી સર્જી હતી. બે બાળકો સહિત સાત લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઘાયલ થઈ હતી. અન્ય ત્રણ લોકોને ઇજાન લીધે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મેડિસન કાઉન્ટી ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રમાણે ઘણાં મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે.

આ શહેર પર ત્રાટકતા પહેલા ચક્રવાત અન્ય નાના દેશોમાંથી પસાર થયુ હતું. અમેરિકામાં આ ચક્રાવાતને કારણે સાત લોકોના મોત નિપજ્યા છે

ચક્રવાત ત્રાટક્યું તે સમયે પ્રતિ કલાક 136 માઇલની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. આશરે 30થી વધુ મકાનોને આ ચક્રવાતે પોતાની લપેટમાં લેતા ભારે નુકસાન પહોંચ્યું હતું.

કેટલાક મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા જ્યારે કેટલાંક વિસ્તારોમાં વિજળી પણ જતી રહેવાથી લોકોને અંધારામાં રહેવાની ફરજ પડી હતી. હવામાન વિભાગે અગાઉથી જ આ ચક્રવાત વિશે ચેતવણી જારી કરી દીધી હતી. તેથી મોટી જાનહાનિ ટળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter