અમેરિકામાં ચૂંટણીનો ધમધમાટઃ ત્રણ દિગ્ગજો એક સાથે

Friday 05th April 2024 09:26 EDT
 
 

અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને હજી છ મહિના જેટલો સમય બાકી છે, પણ પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલે છે. ઉમેદવારો ચૂંટણી લડવાના નાણાં ઉભા કરવા માટે વિવિધ રાજ્યોમાં ફંડ રેઈઝિંગ કાર્યક્રમો યોજી રહ્યાં છે. મેનહટ્ટનમાં યોજાયેલા આવા જ એક કાર્યક્રમમાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેને દેશના બે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તથા બિલ ક્લિન્ટન સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ત્રણેય દ્વારા 2.5 કરોડ ડોલર અથવા તો આશરે 208 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. આ રકમ તેમના હરીફ ટ્રમ્પ દ્વારા એકત્રિત કરાયેલી રકમ કરતાં ઘણી વધારે છે. મહાનુભાવોની ત્રિપુટીએ આ કાર્યક્રમમાં અનેક પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter