અમેરિકામાં ચેટજીપીટીની ઓફિસમાં ઘૂસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન

Saturday 22nd August 2026 09:42 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકા-યુરોપમાં હવે એઆઈ સામે વિરોધ વધ્યો છે. ડેટા સેન્ટર્સના પ્રોજેક્ટથી માંડીને કોપીરાઈટ સહિતના મુદ્દે એઆઈ કંપનીઓ સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. એવું જ એક પ્રદર્શન વોશિંગ્ટનમાં થયું હતું. ચેટજીપીટીની સર્જક કંપની ઓપનએઆઈની ઓફિસમાં ઘૂસીને વિદ્યાર્થીઓ સહિત ઘણાં લોકોએ દેખાવો કર્યા હતા. દેખાવકારોની દલીલ હતી કે જે ઝડપે એઆઈ કંપનીઓ ટેકનોલોજી અપડેટ કરે છે એ ઝડપે સરકારો નિયમ બનાવતી નથી એટલે લોકોની સુરક્ષા સામે ખતરો છે.
વોશિંગ્ટન ડીસીમાં ઓપનએઆઈ કંપનીની ઓફિસમાં ઘૂસીને પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચારો કર્યા હતા. બે કલાક સુધી દેખાવકારોએ ઓફિસ બાનમાં લીધી હતી. કંપનીએ પોલીસની મદદ લેવી પડી હતી. પોલીસે આ પ્રદર્શનની ઘટનામાં 13 વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. પ્રદર્શનકારીઓએ દલીલ કરી હતી કે એઆઈ જેટલી તીવ્રતાથી આગળ વધે છે તેનાથી નોકરીઓ ખતરામાં છે. કલાકારોની ક્રિએટિવિટી સામે જોખમ છે. પર્યાવરણને પણ નુકસાન થશે. અગાઉ પણ અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં એઆઈ કંપનીના ડેટા સેન્ટર્સ સામે વિરોધ થઈ ચૂક્યો છે. ઘણા રાજ્યોમાં કંપનીઓએ ડેટા સેન્ટર્સનો પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter