અમેરિકામાં જજે ગાઉન ઉતારીને બે ગુનેગારને કોર્ટમાંથી ભાગતા પકડ્યા

Monday 29th October 2018 09:02 EDT
 

વોશિંગ્ટન: વાઈનોકમાં એક જજ રાતોરાત ચર્ચાનો વિષય બની ગયા. જજ આરડબ્લ્યૂ બજર્ડ કોર્ટમાં સુનાવણી કરી રહ્યા હતા ત્યારે બે ગુનેગાર ટેનર જેકબસન અને કોડે હાવર્ડ ત્યાંથી નાસવા લાગ્યા. આ દરમિયાન બજર્ડ ઊભા થયા અને પોતાનું ગાઉન ઉતારી અપરાધીઓ પાછળ દોડી પડ્યા. એક આરોપીનો પીછો કરતા જજે તેને કોર્ટના ગેટ પર પકડી પાડ્યો જ્યારે એક આરોપીને પોલીસે કોર્ટથી થોડા અંતરે પકડી લીધો. આ મામલે જિલ્લાધિકારી રોબ સનજાએ જણાવ્યું કે આવું બીજી વાર બન્યું છે જ્યારે કેદીએ કોર્ટની કસ્ટડીમાંથી નાસવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટમાં હાજર અધિકારી ગુનેગારોને એટલા માટે ન પકડી શક્યા કેમ કે ત્યાં અન્ય ગુનેગારો પણ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter