અમેરિકામાં ડેલ્ટા વેરિઅન્ટનો કે'ર - ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન લંબાવાયું

Wednesday 01st September 2021 07:06 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ દિવસેને દિવસે તેનું રૌદ્ર સ્વરૃપ દર્શાવી રહ્યો છે. કોરોનાના દર્દીઓનાં હોસ્પિટલાઇઝેશનનો આંક આઠ મહિનાની ટોચે પહોંચીને ગુરુવારે ૧ લાખની ઉપર થયો હતો. બીજી તરફ ફ્લોરિડા કોરોનાનું હોટસ્પોટ બન્યું છે જ્યાં મોર્ચુંઅરી ભરચક થઈ ગઈ છે. ત્યાં મૃતદેહોને રાખવાની જગ્યા નથી. ફ્લોરિડાની ૬૮ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. છેલ્લા એક મહિનામાં દર્દીઓના હોસ્પિટલાઈઝેશનની સંખ્યા વધીને બમણી થઈ છે.
ન્યૂઝીલેન્ડમાં ડેલ્ટા વેરિઅન્ટનુ સંક્રમણ ઘટવા છતાં ઓકલેન્ડમાં ૩૦ મી ઓગસ્ટે વધુ બે વીક માટે લોકડાઉન લંબાવાયું હતું. અગાઉ વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને લેવલ 4નું કડક લોકડાઉન લાગુ પાડવા  નિર્ણય લીધો હતો. ઓકલેન્ડમાં બજારો, ડે કેર સેન્ટર્સ અને સ્કૂલો બંધ રખાઈ છે જ્યારે ૧૦થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter