અમેરિકામાં ડ્રગ ડીલર દ્વારા ભારતીય વિદ્યાર્થીનું અપહરણ

Thursday 28th March 2024 12:47 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાઈ છે. મૂળ હૈદરાબાદનો ભારતીય વિદ્યાર્થી અબ્દુલ મોહમ્મદ ગુમ થયો હોવાની માહિતી સામે આવી છે. મોહમ્મદે ગયા મે મહિનામાં ક્લેવલેન્ડ, ઓહિયો યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો.
વિદ્યાર્થી અબ્દુલના પરિવારે દાવો કર્યો છે કે, 7 માર્ચથી તેમની દીકરા સાથે વાત થઈ નથી. તે અચાનક ગુમ થયા બાદ પરિવારને ખંડણી માટે ફોન આવ્યો હતો. ખંડણીખોરે પરિવાર પાસે રૂપિયા 1 લાખની માંગ કરી હતી. ફોન કરનારે તેમને જણાવ્યું હતું કે, તેમના પુત્રનું અપહરણ કરાયું છે. આ સાથે જ તેની કિડની વેચવાની ધમકી ઉચ્ચારી હતી.
અબ્દુલના પિતા મોહમ્મદ સલીમને ગત અઠવાડિયે ક્લીવલેન્ડમાં સ્થિત ડ્રગ ડીલરો દ્વારા ધમકી આપવામાં આવી હતી. અપહરણકારોએ તેની મુક્તિ માટે 1,200 ડોલર એટલે કે, લગભગ રૂપિયા 1 લાખની માંગ કરી હતી. ખંડણીની ધમકી મળ્યા બાદ અબ્દુલના માતા-પિતાએ અમેરિકામાં રહેતા તેમની સંબંધીઓને જાણ કરતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter