અમેરિકામાં બરફનું તોફાન: ૧ હજાર ફ્લાઇટ રદ, ૯ કરોડ અસરગ્રસ્ત

Wednesday 22nd January 2020 06:29 EST
 
 

શિકાગોઃ અમેરિકામાં દક્ષિણી રાજ્યોમાં તાજેતરમાં બર્ફીલા તોફાનના લીધે ૯ કરોડ લોકો અસરગ્રસ્ત બન્યા છે. શિકાગોમાં બર્ફીલા તોફાન અને ખરાબ હવામાનને કારણે તમામ એરપોર્ટ પરથી લગભગ ૧,૦૦૦ ફ્લાઇટને રદ કરાતાં હજારો પ્રવાસીઓ રઝળ્યા હતા. બરફનું તોફાન એટલું બધું ભયંકર હતું કે પ્રવાસીઓને બે દિવસ સુધી એરપોર્ટ પર રોકાઈ રહેવાની ફરજ પડી હતી. ઓહિયો ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૬૯૦, મિડવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૬૯ અને સેંટ લૂઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૩૦ કરતા પણ વધારે ફ્લાઇટને રદ કરાઈ હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter