અમેરિકામાં બોમ્બ સાઇક્લોન હિમપ્રપાતે કેર વર્તાવ્યો

Wednesday 12th January 2022 06:34 EST
 
 

અમેરિકામાં બોમ્બ સાઇક્લોન નામે હિમપ્રપાતે કેર વર્તાવ્યો છે. ન્યૂ યોર્કમાં ૮ ઇંચ જેટલી બરફવર્ષા થવાને કારણે સવર્ત્ર બરફના થર જામ્યા છે. પરિણામે સ્કૂલો બંધ કરવાની ફરજ પડી છે. બરફ જામવાને કારણે વાહન-વ્યવહાર પર પ્રતિકૂળ અસર પડતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. આ હિમતોફાનની અસર કેન્ટકી, નેશવિલ અને ટેનેસી તેમજ વર્જિનિયા અને વોશિંગ્ટન ડીસી સુધી થઈ છે. હિમતોફાનને ધ્યાનમાં લેતા અમેરિકાના નેશનલ એવેલાન્ચ સેન્ટર ચેતવણી આપી ઉચ્ચારી હતી કે કાસ્કેડ માઉન્ટેન, ઓલિમ્પિક નેશનલ પાર્ક અને માઉન્ટ હૂડ વિસ્તારમાં હજુ પણ ભારે હિમસ્ખલન થઈ શકે છે. ભારે સ્નોફોલના કારણે વિમાન કંપનીઓ ૨૩૦૦ જેટલી ફ્લાઇટ્સ રદ કરી ચૂકી છે. હિમતોફાનમાં મેસ્ચ્યુસેટ્સમાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter