અમેરિકામાં ભારતીય અમેરિકન છોકરીએ ૪૦,૦૦૦ ડોલરની સ્પેલિંગ સ્પર્ધા જીતી

Friday 09th June 2017 06:33 EDT
 
 

વોશિંગ્ટન: ભારતીય અમેરિકન સમુદાયની ૧૨ વર્ષની અનન્યા વિનયે પ્રતિષ્ઠિત ગણાતી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા જીતી હતી. marocain શબ્દના સાચા સ્પેલિંગ કહેવા સાથે તે વિજેતા રહી હતી. marocainનો અર્થ થાય છે કાપડ જે રેયોન અથવા તો સિલ્કમાંથી બનાવવામાં આવે છે. પરિણામે ૪૦,૦૦૦ ડોલરનું પ્રથમ ઇનામ જીતી ગઇ હતી. આ સ્પર્ધા જીતનાર ભારતીય સમુદાયની તે ૧૩મી વિજેતા છે. ફ્રેસ્નો, કેલિફોર્નિયાની છઠ્ઠા ગ્રેડની વિદ્યાર્થિની અનન્યા ૧૨ કલાક સુધી સ્પર્ધામાં રહી અને શબ્દોનાં સાચા સ્પેલિંગ કહીને વિજેતા બની હતી. તેનો હરીફ ૧૪ વર્ષનો ઓકલાહામાનો ભારતીય અમેરિકન રોહન રાજીવ marram શબ્દનો સ્પેલિંગ કહી શક્યો નહતો. આ સ્પર્ધામાં ૫૦ રાજ્યોનાં છ વર્ષથી ૧૫ વર્ષ સુધીનાં ૧.૧ કરોડ સ્પર્ધકો ભાગ લે છે. ૨૯૧ સ્પેલર્સમાં અનન્યા અને રાજીવ છેલ્લા બે સ્પર્ધકો હતા. અનન્યા ૯૦મી સ્પર્ધાની વિજેતા રહી.

અનન્યાની જીતે ફરી એકવાર સાબિત કરી દીધું કે આ સ્પર્ધામાં ભારતીયોની ઇજારાશાહી છે. ૧૯૯૯માં ભારતીય અમેરિકન નૂપુર લાલાએ પહેલી વખત આ સ્પર્ધા જીતી હતી. અગાઉ સતત ત્રણ વર્ષ સુધી ટાઇ પડતી હતી જેને અન્ન્યાએ તોડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter