અમેરિકામાં ભારતીય પુરુષને ૨૧ મહિનાની જેલ સજા

Thursday 04th June 2015 05:14 EDT
 

ન્યૂ યોર્કઃ એક સગીર વયની યુવતીને અભદ્ર ફોટો મોકલવા હદલ એક ભારતીય અમેરિકન ૨૧ મહિનાની જેલ સજા થઇ છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. યુએસ જિલ્લા જજ સેમ કમિંગ્સે ૫૩ વર્ષીય નિલાંજન બ્રહ્માને જેલમાં મોકલવા આદેશ કર્યો હતો. આ આ કેસમાં થયેલી અરજી મુજબ બ્રહ્માએ મેસેજિંગ, ટેક્સ્ટ અને ટેલિફોન દ્વારા ૧૩ વર્ષની સગીરાને અભદ્ર ફોટા અને સાહિત્ય મોકલ્યું હતું, એમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. બ્રહ્મા જેનો સગીરા માનતો હતો તે ખરેખર તો ટેક્સાસમાં પોલીસ વિભાગમાં એક અંડર કવર જાસૂસ હતો. સમગ્ર દેશમાં કરવામાં આવેલી એક પહેલ ‘પ્રોજેક્ટ સેફ ગાર્ડ’ના એક ભાગરૂપે આ કેસ હાથ ધરવામાં આવ્યો હતો. ન્યાય વિભાગ દ્વારા મે-૨૦૦૬માં આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી. બાળ શોષણ અને બાળ અત્યાચાર રોકવા માટે સરકારે આ ઝૂંબેશ શરૂ કરી હતી.

તસ્લિમા નસરિન અમેરિકામાં આશ્રય લેશેઃ જાણીતા બાંગ્લાદેશી લેખિકા તસ્લિમા નસરીનની હત્યા થવાના જોખમને ધ્યાનમાં રાખીને ન્યૂ યોર્કની એક શૈક્ષણિક-સંશોધન સંસ્થાએ તેમને અમેરિકામાં આશ્રય આપ્યો છે. બાંગ્લાદેશમાં ત્રણ બિનસંપ્રદાયિક બ્લોગર્સ અવિજિત રોય, વાશિકૂર રહમાન અને અનંત બિજોયની હત્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

માઇકલ જેક્સનના ઘરમાં ભૂતઃ કિંગ ઓફ પોપ માઈકલ જેકસન ભવ્ય ઘર નેવરલેન્ડ રાંચને વેચાણ માટે મુકાયું છે. પરંતુ કહેવાય છે કે જેકસનનું ભૂત તેનું આ ભવ્ય મકાન વેચવા દેતું નથી. આ ભવ્ય મકાન ખરીદવા ઇચ્છતા લોકોને જેકસનના ભૂત વિશે ચેતવણી આપવામાં આવી છે. ૨૭૦૦ એકરની આ સંપત્તિ પોપ કિંગે ૧૯૮૭માં ખરીદી હતી અને માઇકલ જેકસન આ આલિશાન હવેલીમાં ૧૫ વર્ષથી વધુ સમય સુધી રહ્યો હતો. હવેલીમાં જેકસનનું ભૂત ફરતું હોવાનું જણાવવામાં આવતા લોકો તેને ખરીદતા સંકોચ અનુભવે છે. માઇકલ જેકસનનું મૃત્યુ થયું ત્યારથી આ ભવ્ય હવેલીમાં તેનું ભૂત ફરે છે. હવેલી ખરીદવાનું વિચારી રહેલા ઇન્વેસ્ટર્સ અને વિઝિટર્સને જેકસનના ભૂત વિશે ત્યાંના વર્કર્સ જ ચેતવણી આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter