અમેરિકામાં ભારતીય પૂજારીને ૨૭ વર્ષની જેલ

Friday 17th April 2015 02:21 EDT
 

ન્યૂ યોર્કઃ મંદિરની આવકનો ઉપયોગ પોતાના અંગત શોખ પૂરા કરવા અને મની લોન્ડરિંગ તેમ જ બેંક સાથે છેતરપિંડી કરનાર જ્યોર્જિયાના એક મંદિરના ભારતીય પૂજારી આરોપીને ૨૭ વર્ષની જેલ સજા થઇ છે. સ્વામી શ્રી સેવલમ સિદ્ધર તરીકે ઓળખાતો ૪૯ વર્ષના અન્નામલાઈ સામે ગત ઓગસ્ટમાં બેંક સાથે છેતરપિંડી કરવાનો તેમ જ કરચોરી કરવા બદલ કેસ થયો હતો. બે સપ્તાહ સુધી ચાલેલી સુનાવણીના અંતે આ સજા સંભળાવવામાં આવી હતી.

અન્નામલાઈએ આ પવિત્ર સંસ્થાનો લાલચ અને અંગત શોખ પૂરો કરવા માટે એક સાધન તરીકે ઉપયોગ કર્યો હતો એમ કાર્યકારી યુએસ એટર્ની જોન એ. હોર્ને કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter