અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓએ રાજદૂતને તકલીફો જણાવી

Wednesday 15th April 2020 05:47 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં લોકડાઉન અને કટોકટી જાહેર થયા પછી યુનિવર્સિટી અચાનક બંધ કરી દેવાતાં ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુએ લોકડાઉનના કારણે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને તેઓ જ્યાં હોય ત્યાં જ રહેવાની સલાહ આપી છે. સંકટની આ સ્થિતિમાં ભારતીયોને મદદનું આશ્વાસન પણ આપ્યું છે. 
તરણજીત સિંહ સંધુએ ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત ઇન્ટાગ્રામ લાઇવ સેશનમાં જોડાયેલા અંદાજે ૫૦૦ ભારતીય વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા. આ સેશનનું સંચાલન ઇન્ડિયા સ્ટુડન્ટ બદ ટીમ દ્વારા કરાયું હતું. અમેરિકામાં અંદાજે અઢી લાખ ભારતીય વિદ્યાર્થી છે. જેમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અચાનક બંધ કરી દેવાતાં તથા હોસ્ટેલ ખાલી કરવા કહેવાયા બાદ 
ફસાયેલા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter