અમેરિકામાં ભારતીયના વિદ્યાર્થીઓ કોલેજના ૬૬ કમ્પ્યુટર તોડ્યાં

Thursday 22nd August 2019 05:49 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં રહેતા એક વિદ્યાર્થીએ તેની કોલેજના ૬૬ જેટલા કમ્પ્યુટરને નુકસાન કર્યું હતું. ૨૭ વર્ષના વિશ્વનાથ આકુહથોટા ઉપર એક કોલેજ દ્વારા એક વર્ષનો પ્રતિબંધ તથા ૫૮૪૭૧ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમેરિકાના એટર્ની જનરલ ગ્રાન્ટ સી જેક્યુથે આ માહિતી આપી હતી. જોકે આકુહથોટાએ તેનો ગુનો સ્વીકારી લીધો હતો. તેણે ૧૪ ફેબ્રુઆરીના દિવસ કોલેજના ૬૬ જેટલા કમ્પ્યુટરમાં યુએસબી કિલર ડિવાઈસ ઈન્સર્ટ કરી હતી અને આ રીતે તેણે તેની કોલેજ ઓફ સેન્ટ રોઝના કમ્પ્યુટર ક્ષતિગ્રસ્ત કર્યાં હતાં. ભારતીય આકુહથોટા સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા પહોંચ્યો હતો તેના આ કૃત્ય બાદ નોર્થ કેરોલીન પોલીસે તેની ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter