અમેરિકામાં મધ્યસસત્રીય ચૂંટણી, પાંચ ભારતીય અમેરિકનો મેદાનમાં

અમી બેરા, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલનો વિજય નિશ્ચિત

Wednesday 09th November 2022 06:34 EST
 
 

વોશિંગ્ટન અમેરિકામાં 8મી નવેમ્બરે યોજાઇ રહેલી પ્રતિનિધિ સભાની મધ્યસત્રીય ચૂંટણીમાં ભારતીય મૂળના પાંચ નામાંકિત રાજકીય નેતાઓ મેદાનમાં છે. રાજકીય પંડિતોના જણાવ્યા અનુસાર પાંચે ભારતીય મૂળના નેતાઓની જીતવાની સંભાવના 100 ટકા છે. ડેમોક્રેટિક પાર્ટીના અમી બેરા, રાજાકૃષ્ણમૂર્તિ, રો ખન્ના અને પ્રમિલા જયપાલનો વિજય નિશ્ચિત મનાય છે. આ રેસમાં મિશિગનના 13મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી બિઝનેસમેન શ્રી થાનેદારે પણ ઝંપલાવ્યું છે. 57 વર્ષીય અમી બેરા 6ઠ્ઠી ટર્મ માટે કેલિફોર્નિયાના 7મા કોગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ઉમેદવાર છે. 46 વર્ષીય રો ખન્ના કેલિફોર્નિયાના 8મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ અને 57 વર્ષીય પ્રમિલા જયસ્વાલ વોશિંગ્ટનના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. 49 વર્ષીય રાજા કૃષ્ણમૂર્તિ ઇલિનોઇસના 8મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ઉમેદવારી કરી રહ્યાં છે. શ્રી થાનેદાર પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે. જો તેઓ ચૂંટાશે તો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ભારતીય મૂળના પાંચમા સાંસદ બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter