વોશિંગ્ટનઃ અમેરિકામાં ભાવોમાં છેલ્લાં ૪૦ વર્ષમાં સૌથી ઝડપે તેમજ અર્થશાસ્ત્રીઓના અનુમાનથી વિપરીત મોંઘવારીનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે. સામાન્ય પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે. જાન્યુઆરીના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા અનુસાર, વાર્ષિકસ્તરે ભાવોમાં ૭.૫%નો જ્યારે ડિસેમ્બરની તુલનામાં ૦.૬ ટકાનો ભાવવધારો નોંધાયો છે. તેજીથી વધતા પેટ્રોલ - ડીઝલ તેમજ ખાદ્યપદાર્થોના ભાવોને તેમાંથી બાકાત રખાય આવે તો પણ મોંઘવારીમાં ૬ ટકાની વૃદ્વિ નોંધાઇ છે, જે ૧૯૮૨ બાદ સૌથી ઉંચા સ્તરે છે. વૈશ્વિક સપ્લાય ચેનમાં અવરોધો ઉપરાંત રાજકીય નેતાઓની બેદરકારીને કારણે પણ મોંઘવારી વધી રહી છે. ગ્રોસરી અને ફૂડ આઈટમ્સના ભાવો અને મજૂરી ખર્ચ વધ્યો હતો..