અમેરિકામાં યહૂદી ધર્મસ્થળે ગોળીબારઃ ૪ મોત

Monday 29th October 2018 09:12 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પિટ્સબર્ગ યહૂદી પ્રેયરના સ્થળે ઘૂસીને એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરતા ૪ વ્યક્તિના મોત થયાં છે. મૃતકમાં એક પોલીસનો પણ સમાવેશ થાય છે. કેટલાક પોલીસ જવાનો ઘાયલ થયા છે. સીબીએસ ટીવીએ ૭ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. બંદૂકધારી હુમલાખોરે સરેન્ડર કરી દીધું છે. સુરક્ષા એજન્સીના જણાવ્યા મુજબ આ પૂજાના સ્થળે લોકો પૂજા કરી રહ્યા હતા ત્યારે હુમલાખોર ત્યાં ઘૂસી આવ્યો હતો. હુમલાખોર એવી બૂમો પાડી રહ્યો હતો કે તમામ યહૂદીઓએ મરી જવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter