અમેરિકામાં રસ્તા પર ડોલરની નોટો ઊડી, લોકોએ વીણાય તેટલી વીણી પણ....

Friday 26th November 2021 05:22 EST
 
 

અમેરિકાના સાન ડીએગોમાં હાઈવે પર ડોલરની નોટોનો જથ્થો લઈ પસાર થઈ રહેલા ટ્રકનો દરવાજો ખૂલી જતાં રસ્તા પર અચાનક જ કરોડો ડોલરની નોટો ઊડી હતી અને લોકોએ વીણાય તેટલી નોટ વીણતા અરાજક્તા સર્જી હતી. જોકે, હવે આ ઘટનાની આગળની કાર્યવાહી એફબીઆઈને સોંપવામાં આવી છે. એફબીઆઈ દ્વારા ઘટનાના વીડિયોના આધારે કેટલાંક લોકોની ઓળખ કરવામાં આવી છે જ્યારે અન્ય લોકોની ઓળખ કરવાની બાકી છે. જે લોકોની ઓળખ કરાઈ છે તેમનો સંપર્ક કરીને એજન્સીએ નોટ પરત આપવા સમજાવ્યા છે અને જો નોટ પરત ન આપે તો તેમની સામે ફોજદારી કાર્યવાહી થવાની શક્યતા છે તેવી ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ઓળખ વિનાના લોકોને ચેતવણી અપાઈ છે કે જો ૪૮ કલાકમાં નોટ પરત નહીં આપે તો તેમની સામે ગંભીર અને આકરાં પગલાં લેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter