અમેરિકામાં રિપબ્લિકનોને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પાતળી સરસાઈ મળી

Friday 25th November 2022 06:59 EST
 
 

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ 435 સભ્યોના યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર અંકુશ મેળવ્યો છે. તેના પગલે આગામી બે વર્ષ માટે બાઇડેનની કામગીરીને ધીમી પાડવાની તક મળશે. રિપબ્લિકનોની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં 218 બેઠક છે જ્યારે ડેમોક્રેટ્સની 211 બેઠક છે. રિપબ્લિકનોને એક સમયે બંને ગૃહમાં અંકુશ મેળવવાની ઈચ્છા હતી, પરંતુ આઠમી નવેમ્બરે યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીના પરિણામોએ તેમની આ આશા પર પાણી ફેરવી દીધું હતું.
કેલિફોર્નિયાના 27મા ડિસ્ટ્રિક્ટમાં માઈક ગાર્સિયા ચૂંટાઈ આવતા રિપબ્લિકનોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવી હતી. દિવસ અગાઉ પક્ષના નીતિગત ઘડવૈયાઓએ તેના આગેવાનો કેવિન મેકાર્થી કોંગ્રેસવુમન ડેમોક્રેટિક પાર્ટીના નેન્સી પેલોસીનું સ્થાન લેશે.
મેકાર્થીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે અમેરિકા હવે નવી દિશા માટે તૈયાર છે. હાઉસ રિપબ્લિકન્સ ડિલિવર થવા તૈયાર છે. જાન્યુઆરીમાં ડેમોક્રેટ્સ સેનેટનો અંકુશ સંભાળી લેશે. તેઓએ 100 સભ્યોની સીટમાં 50 સીટ સાથે સેનેટ પર અંકુશ મેળવી લીધો છે. તેમને આગામી મહિને જ્યોર્જિયામાં વધુ એક સીટ જીતવાની તક મળશે.
ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2024ની ચૂંટણી લડવાનો ઈરાદો જાહેર કર્યા પછીના દિવસે આ પરિણામ આવ્યું છે. બાઈડેને હાઉસના માઈનોરિટી લીડર મેકાર્થીને સાંજે અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ નોકરિયાતો માટે સારું પરિણામ પૂરું પાડવા હાઉસ ઓફ રિપબ્લિકન માટે કામ કરવા તૈયાર છે. ગયા સપ્તાહની ચૂંટણીઓએ અમેરિકન લોકશાહીની મજબૂતાઈ દર્શાવી છે. ચૂંટણીનો વિરોધ કરનારાઓ, રાજકીય હિંસા કરનારાઓ અને ધમકી આપનારાઓને આ ચૂંટણીઓએ જબરજસ્ત જવાબ આપ્યો છે. આ એક રીતસરનું સ્ટેટમેન્જ છે કે અમેરિકામાં લોકોની જ ઈચ્છા સર્વોપરી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter