અમેરિકામાં વસતા ભારતીયોની સરેરાશ વાર્ષિક આવક $૧૨૩,૭૦૦ ડોલર

Wednesday 01st September 2021 07:24 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાની કુલ વસ્તીની સરેરાશ ૬૩,૯૨૨ ડોલરની આવક સામે  અમેરિકામાં વસતા ભારતીયોની સરેરાશ વાર્ષિક આવક ૧૨૩,૭૦૦ ડોલર થઇ છે.  છે. તાજેતરના વસ્તી ગણતરીના ડેટામાં જણાયું હતું કે કોલેજ શિક્ષણ અને સંપત્તિની બાબતમાં ભારતીયોએ અમેરિકાની રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં ખૂબ સારો દેખાવ કર્યો છે. મીડિયન હાઉસહોલ્ડ ઇનકમ લેવલના હિસાબે ભારત પછીના સ્થાને તાઇવાન અને ફિલિપાઇન્સના લોકો છે.
આ ડેટા મુજબ અમેરિકામાં વસતા ભારતીયો પૈકી ૭૯ ટકા કોલેજના ગ્રેજ્યુએટ છે. જ્યારે અમેરિકાની કુલ વસ્તીમાં આ સંખ્યા ૩૪ ટકા છે. તેનાથી અમેરિકામાં વસતા ભારતીયોએ શિક્ષણ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું હોવાનું પુરવાર થાય છે.
અમેરિકામાં વસતા તાઇવાનના નાગરિકોની સરેરાશ આવક ૯૭૦૦૦ ડોલર, ફિલિપાઇન્સના નાગરિકોની ૯૫,૦૦૦ ડોલર, ચીનના નાગરિકોની ૮૫,૨૨૯ ડોલર અને જાપાનના નાગરિકોની સરેરાશ ઘરેલુ આવક ૮૪,૦૬૮ ડોલર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter