અમેરિકામાં વિનાશક ટોર્નેડો વાવાઝોડામાં ૨૩નાં મોત

Wednesday 06th March 2019 08:05 EST
 
 

વોશિંગ્ટન: અમેરિકાના અલાબામા અને જ્યોર્જિયા સ્ટેટમાં રવિવારે બપોરે ટોર્નેડોએ ભારે તબાહી મચાવી હતી. આશરે ૨૬૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને પગલે ૧૫ ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી જ્યારે અનેકને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ દરમિયાન ૨૩થી વધુ વ્યક્તિના મોત થયા હતા અને અનેક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં બાળકો પણ સામેલ હોવાના અહેવાલ છે. હાલ અલાબામાના લી કાઉન્ટી અને જ્યોર્જિયાના આશરે ૧૦ હજાર લોકો વીજવિહોણા થયા હતા. પૂર્વ અમેરિકાના અલાબામા, જ્યોર્જિયા અને ફ્લોરિડા એમ ત્રણેય રાજ્યો ટોર્નેડોની ઝપેટમાં આવ્યા હતા.
 અલાબામાના ગવર્નર કાય ઇવેએ વેધર ઇમર્જન્સીનો સમય વધાર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter