અમેરિકામાં વ્હાઇટ્સ નેશનલિસ્ટ્સને જંગી વળતર ચૂકવવા આદેશ

Tuesday 30th November 2021 16:01 EST
 

શાર્લોટ્સવિલઃ અમેરિકામાં શ્વેત રાષ્ટ્રવાદી નેતાઓને ૨૦૧૭માં શાર્લોટ્સવિલમાં યુનાઇટ્સ રાઇટ્સ રેલી એટલે કે જમણેરીઓને એક છત્ર નીચે લાવવા માટેની રેલી કાઢવાની ભારે કિંમત ચૂકવવી પડે તેમ છે. આ રેલી પછી થયેલા તોફાનોના પગલે કોર્ટે ૧૭ વ્હાઇટ રાષ્ટ્રવાદી નેતાઓ અને સંગઠનોને ૨૬ મિલિયન ડોલરથી વધારે રકમ નુકસાન પેટે ચૂકવવા લગભગ મહિના સુધી ચાલેલા સિવિલ ટ્રાયલ પછી શાર્લોટ્સવિલ યુ.એસ. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બે ચાવીરૃપ દાવા અંગે મડાગાંઠ સર્જાઈ હતી. તેમનું તારણ છે કે વ્હાઇટ રાષ્ટ્રવાદીઓ આ હિંસાને લીધે શારીરિક અને લાગણીજન્ય રીતે ઇજા પામેલા નવ લોકોએ દાખલ કરેલા કેસમાં બીજા ચાર દાવા માટે જવાબદાર છે.

એટર્ની રોબર્ટ કપલાને જણાવ્યું છે કે ફરિયાદીના વકીલનું આયોજન ફરી દાવો દાખલ કરવાનું છે. આ મડાગાંઠ અંગે નવી જ્યુરી નિર્ણય લેશે. તેમણે જણાવ્યું હતું કે બીજી કોર્ટો દ્વારા નુકસાન વળતર માટે અપાયેલી રકમ ખૂબ વધારે છે. તેના લીધે દેખાવકારોને પણ સંદેશો જશે, એમ કપલાને જણાવ્યું હતું.

આ ચુકાદો વ્હાઇટ રાષ્ટ્રવાદી ચળવળને એક પ્રકારનો ફટકો છે. તે બે ડઝન વ્યક્તિ અને સંગઠનો પર આફ્રિકન, અમેરિકન, યહૂદીઓ અને અન્યો પર સુઆયોજિત રીતે હિંસા આચરવાનો આરોપ મૂકાયો છે.

વ્હાઇટ રાષ્ટ્રવાદી નેતા રિચાર્ડ સ્પેન્સરે આ ચૂકાદા સામે અપીલ કરવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે ચૂકાદાની થિયરી કે તેનો આધાર જ ખામીવાળો છે. તેમણે જણાવ્યું હતું કે તેઓએ તો ફરિયાદોના ટ્રાયલ પહેલા જ સુનિશ્ચિત કરી દીધું હતું કે તેઓ તેમને અને અન્ય પ્રતિવાદીઓને નાદાર કરી દેવા માંગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter