અમેરિકામાં સાત ભારતીય વિદ્યાર્થીઓએ ‘યુએસ નેશનલ સ્પેલિંગ બી’ સ્પર્ધા જીતી

Thursday 06th June 2019 07:24 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી કોમ્પિટીશનમાં ૫૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી ૮ વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે અને ગર્વની વાત એ છે કે પ્રથમ સ્થાન હાંસલ કરનાર ૭ વિદ્યાર્થીઓ ભારતીય છે. આ કોમ્પિટિશનના ૯૪ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર એવું થયું છે કે વધુ વિદ્યાર્થીઓએ જીત મેળવી છે.

વિજેતા વિદ્યાર્થીઓને ૫૦૦૦૦ ડોલરની સાથે પુરસ્કાર પણ અપાશે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર વિજેતા વિદ્યાર્થીઓમાં કેલિફોર્નિયાના રિશિક ગાંધી (૧૩), મેરિલેન્ડના સાકેત સુંદર (૧૩), ન્યૂ જર્સીની શ્રુતિકા પાઢી (૧૩), ટેક્સાસના સોહમ સુખાંતકર (૧૩), અભિજય કોડાલી (૧૨), રોહન રાજા (૧૩), ન્યૂ જર્સીના ક્રિસ્ટોફર સેરાઓ (૧૩) અને અલાબામાના એરિન હોવાર્ડ (૧૪) સામેલ છે.

૬ કિશોર અને બે કિશોરીએ મળીને ૪૭ શબ્દોના યોગ્ય જવાબ આપ્યા હતાં.

મેરિલેન્ડના નેશનલ હાર્બરમાં ગેલાર્ડ નેશનલ રિસોર્ટમાં યોજાયેલી સ્પર્ધાનું ઇએસપીએન પર જીવંત પ્રસારણ થયું હતું. આ સ્પર્ધામાં અમેરિકા, કેનેડા, ઘાના, જમૈકાના કુલ ૫૬૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમની ઉંમર ૭થી ૧૪ વર્ષ વચ્ચેની હતી. નેશનલ બી હાઈ પ્રોફાઇલ ટેસ્ટ છે જેને તૈયાર કરવામાં નિષ્ણાતોને મહિનાઓનો સમય લાગી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter