વોશિંગ્ટન: ટ્રમ્પ વહીવટી તંત્રે દેશમાં મોટાપાયે ડિપોર્ટેશનની કવાયત શરૂ કરી છે. તેની આ કવાયતમાં તેને નડતરરૂપ ઇમિગ્રેશન કોર્ટના જજો છે. તેથી આવા જજોની પણ હકાલપટ્ટી કરવા માંડી છે. ટ્રમ્પે તાજેતરમાં આવા 17 જજની હકાલપટ્ટી કરી નાખી છે, જેથી ડિપોર્ટેશનની પ્રક્રિયા વધુ ઝડપી બને. ટ્રમ્પે આ 17 જજને કોઈપણ કારણ દર્શાવ્યા વગર કાઢી મૂક્યા હતા.