અમેરિકામાં સ્વાસ્થ્ય ક્ષેત્રે કૌભાંડ બદલ ગુજરાતી બાબુભાઇ રાઠોડને ૧૨ વર્ષની સજા

Thursday 04th April 2019 07:54 EDT
 

નવીદિલ્હીઃ અમેરિકાની કોર્ટે ગુજરાતી અને અમેરિકામાં વસતા બાબુભાઇ ભરતભાઇ રાઠોડને સ્વાસ્થ્ય ક્ષેત્રના કેસમા દોષી ઠેરવીને ૧૨ વર્ષની સજા ફટકારી છે. સાથે એક બિલિયન ડોલરનો દંડ પણ બીજી એપ્રિલે ફટકાર્યો હતો. બાબુભાઇ રાઠોડ આ કેસમાં ૨૦૧૮માં ઓગસ્ટ માસમાં જ દોષિત ઠેરવવામા આવ્યા હતા. જોકે ૨૦૧૩માં પણ તેમને સ્વાસ્થ્ય ક્ષેત્રના આ કેસમાં ચાર વર્ષની સજા ફટકારાઈ હતી, સાથે કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધી સેવામાં ન જોડાવાનો આદેશ આપ્યો હતો.

અમેરિકાના એટર્ની એંડ્રુ બિર્ગેએ જણાવ્યું હતું કે અમેરિકાની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ જેનેટ નેફે બાબુભાઇ ભરતભાઇ રાઠોડને જેલ ઉપરાંત સાડા નવ લાખ ડોલરનો દંડ પણ ફટકાર્યો છે. બાબુભાઇને જ્યારે ચાર વર્ષની જેલ થઇ ત્યારે તેઓ સજા ભોગવી રહ્યા હતા તે દરમિયાન જ અમેરિકાના એક રેસિડેન્સિયલ પ્રોગ્રામ ડ્રગ્સ એબ્યૂઝ પ્રોગ્રામ (આરડીએપી) અંતર્ગત છુટી ગયા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓએ ૨૦૧૬માં પોતાને જે શરતે છોડવામાં આવ્યા હતા તેનો ભંગ કરવાનું શરૂ કરી દીધું હતું અને ચાર સ્વાસ્થ્ય સેવાઓ શરૂ કરી હતી.

મિશિગનમાં એડવાન્સ્ડ મેડિકલ સર્વિસ, એડવાન્સ્ડ સ્લીપ ડાઇગ્નોસ્ટિક વગેરે સેવાઓને શરૂ કરી હતી. જોકે આ ચાર સ્વાસ્થ્ય સંબંધી કંપનીઓના માલિક પોતે છે તે છુપાવવા માટે તેણે અનેક જુઠાણાનો સહારો લીધો હતો. પોતાની આ કંપનીઓને ચલાવવા માટે લોન લેવા બાબુભાઇએ પોતાના એક સાથી ડોક્ટરની જાણ બહાર તેના ડ્રાઇવરના લાઇસન્સ, સરનામા, જન્મ તારીખ વગેરેનો ઉપયોગ કર્યો હતો.

જોકે આ કંપનીએ કરોડોની લોન પણ લીધી હતી જેની ભરપાઇ બાબુભાઇ નહોતા કરી શક્યા જે બાદ તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઇ હતી. આ કૌભાંડમાં અંતે તે ઝડપાઇ ગયા હતા અને તેમને સજા ફટકારવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter