અમેરિકામાં હન્ના વાવાઝોડાની તબાહીઃ ૩ લાખ ઘરોમાં અંધારપટ

Thursday 30th July 2020 08:41 EDT
 
 

ટેક્સાસઃ અમેરિકામાં કોરોના મહામારી વચ્ચે હન્ના વાવાઝોડાએ રવિવાર અને સોમવારે તબાહી મચાવી હતી. ભારે વરસાદના કારણે ટેક્સાસ અને ખાસ કરીને સમુદ્રી વિસ્તારોમાં નજીકના ક્ષેત્રોમાં આશરે ૧૮ ઈંચથી વધુ પાણી ભરાયાં છે. વાવાઝોડાના કારણે આશરે ૩ લાખ મકાનોમાં અંધારપટમાં છવાયો હોવાનું જાણવા મળ્યું છે. વાહન વ્યવહાર થંભી ગયો છે. અમેરિકા અને મેક્સિકો વચ્ચે ટ્રમ્પ સરકારે બનાવેલી દિવાલ ૨૭મી જુલાઈએ અનેક વિસ્તારોમાં તૂટીને પડી ગઇ હતી એટલી ઝડપે પવન ફુંકાયો હતો. જોકે મેક્સિકોમાં પણ આ વાવાઝોડાની અસરને કારણે ત્યાં કેટલીક કંપનીઓના કામકાજને અટકાવાયું છે.
જનજીવન થંભી ગયું
વાવાઝોડાના કારણે અમેરિકામાં આશરે ૩ લાખ મકાનો અંધારપટમાં સપડાયાના અહેવાલ છે. ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવાથી ઉભા પાકને પણ ભારે નુકસાન થયું છે. વૃક્ષો ધરાશાયી થયાં છે અને પાણી ભરાઈ જવાથી રસ્તા બંધ થયા હતા. સારા સમાચાર એ છે કે તેલ - ગેસ ઉત્પાદન પર હજી અસર નથી પડી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter