અમેરિકામાં હિન્દુ મંદિર પર ફરીથી હુમલો

Tuesday 21st April 2015 13:44 EDT
 

હ્યુસ્ટનઃ અમેરિકામાં વધુ એક મંદિરમાં તોડફોડ કરી તેને નુકસાન પહોંચાડવાની ઘટના બહાર આવી છે. કેટલાક તોફાની તત્ત્વોએ આ મંદિરની દીવાલ પર સ્પ્રે કરી આપત્તિજનક ચિત્રો બનાવી લખાણ લખ્યાં હતાં. નોર્થ ટેક્સાસના ઓલ્ડ લેક હાઇલેન્ડ્સ વિસ્તારના આ મંદિરના દરવાજા પર બદમાશોએ સ્પ્રેથી 666 નંબર લખી તેની નીચે ક્રોસનું ઊંધું ચિહ્ન બનાવ્યું હતું તેમ જ એક દાનવનું ચિત્ર બનાવ્યું હતું. માનવામાં આવે છે કે, મંદિર પર બનાવેલું ચિહ્ન આંતરરાષ્ટ્રીય કેથોલિક ગેંગ મારા સલવટરુચાનું છે. મૂળરૃપે અલ-સાલ્વાડોરની આ ગેંગ અમેરિકામાં સક્રિય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter