અમેરિકામાં ૨૦૦૦ વસાહતી પરિવારોને દેશનિકાલઃ ટ્રમ્પ

Thursday 27th June 2019 07:03 EDT
 

વોશિંગ્ટનઃ પ્રમુખ ટ્રમ્પે જેમને ડિપોર્ટેશનના ઓર્ડર અપાઇ ગયા હતા તેવા ૨૦૦૦ વસાહતી પરિવારોને મોટા પાયે રાઉન્ડ અપ કરી રવિવાર સુધીમાં તેમને દેશમાંથી બહાર ધકેલી દેવા બોર્ડર એજન્ટોને ઓર્ડર આપ્યો હતો. પ્રમુખે સોમવારે ટ્વિટર પર એવી જાહેરાત કરી હતી કે, યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના અધિકારીઓ ગેરકાયદે અમેરિકામાં વસતા લાખો લોકોને તેમના વતન પાછા મોકલવાની કવાયત શરૂ કરશે. અહીંના મોટા ભાગના છાપાઓમાં આ સમાચાર છપાયા હતા કે આ ઓપરેશન તો પહેલાથી જ ચાલુ હતું. પરિવારોને પકડવાની શરૂઆત હ્યુસ્ટન, ન્યૂ યોર્ક, શિકાગો અને મયામી જેવા શહેરોમાં વહેલી સવારે દરોડા પાડી કરાશે. જો કે હોમ લેન્ડ સિક્યોરિટીના હંગામી વડાએ ઓપરેશનની વિગતો આપવા આનાકાની કરી હતી. સોમવારે ટ્રમ્પે કહ્યું હતું કે યુએસ સત્તાવાળાઓ અમેરિકામાં ગેરકાયદે રહેતા લાખો લોકોને દૂર કરવાની શરૂઆત ટૂંક સમયમાં કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter