અમેરિકી એવિએશન નેટવર્ક ખોરવાયુંઃ સેંકડો ફ્લાઇટ રદ, લાખો પ્રવાસી અટવાયા

Thursday 19th November 2026 06:37 EST
 
 

વોશિંગ્ટનઃ વિશ્વનું સૌથી મોટું અમેરિકી એવિએશન નેટવર્ક શુક્રવારે પાંચ કલાક માટે ખોરવાઇ જતાં આશરે 10 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરવા ફરજ પડી હતી અને 15 લાખથી વધુ મુસાફરો અટવાઇ પડ્યા હતા. અમેરિકાની રાષ્ટ્રીય ફ્લાઇટ્સની સાથે-સાથે ટ્રાન્સ એટલાન્ટિક એટલે કે યુરોપથી આવતી ફ્લાઈટ્સના મુસાફરો પણ અટવાઈ ગયા.

એફબીઆઈએ કંટ્રોલ સિસ્ટમમાં આવેલી ખામી પાછળ સાઇબર હુમલાની આશંકાને નકારી કાઢી છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોમ્યુનિકેશન સિસ્ટમને આઉટડેટેડ ટેક્નોલોજી ગણાવતાં સિસ્ટમ અપગ્રેડ કરવા માટે 30 બિલિયન ડોલર માગ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકી એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) હજુ પણ 1980ના દાયકાની ફ્લોપી ડિસ્ક સિસ્ટમ પર કામ કરે છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરીનું કહેવું છે કે જૂના સ્વિચ અને રાઉટરને કારણે ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ક્રેશ થઈ ગઈ. ફ્લાઇટ્સ રૂટ પરથી ભટકી ગઈ. તો એક આશંકા એવી છે કે 10 નવેમ્બરે તમામ 22 રૂટ પર લાગુ કરાયેલા સ્માર્ટ એઆઈ ટૂલનું જૂની સિસ્ટમ સાથે યોગ્ય ઇન્ટિગ્રેશન થયું ન હોવાથી આ ખામી સર્જાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter