અરુણાચલ ભારતનો અભિન્ન ભાગઃ અમેરિકાએ ચીનના દાવાને ફગાવ્યો

Thursday 28th March 2024 12:38 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાએ અરુણાચલ પ્રદેશ પર ચીને કરેલા દાવાને ફગાવી દીધો છે. અમેરિકાએ કહ્યું કે અમે એકપક્ષી રીતે સરહદોમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા સામે વિરોધ નોંધાવીશું. હકીકતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લઈને સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત પછી ચીને નિવેદન કરીને વડાપ્રધાન મોદીના અરુણાચલ પ્રદેશ પ્રવાસ કાર્યક્રમ સામે વિરોધ નોંધાવ્યો હતો. ચીની સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે શિજાંગ (તિબેટનું ચીની નામ) ચીનનો અભિન્ન ભાગ છે. અરુણાચલ પ્રદેશ પર થયેલા ભારતના કબજાને ચીન ક્યારેય સ્વીકારશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter