અર્કાન્સાસની 14 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની તન્વી મારુપલ્લી લાપતા

પિતાની નોકરી જવાની શક્યતાએ અમેરિકા છોડવું પડશે તેવા ભયથી તન્વી નાસી છૂટ્યાની માન્યતા

Wednesday 15th February 2023 04:21 EST
 
 

અર્કાન્સાસઃ યુએસના અર્કાન્સાસ રાજ્યના કોનવેની 14 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની તન્વી મારુપલ્લી 17 જાન્યુઆરીથી લાપતા છે અને તેની કોઈ ભાળ મળી રહી નથી. તન્વી છેલ્લે શાળાએ જવા બસમાં બેઠીકોનવે પોલીસના માનવા અનુસાર ટેક ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી છટણી અને લે-ઓફ્સ મધ્યે તેના પિતાની પણ છટણી થવાની શક્યતાએ પરિવારને અમેરિકા છોડવું પડશે તેવા ભયથી તન્વી નાસી છૂટી હશે. તન્વીના પરિવારે તેમની દીકરીની ભાળ મેળવનાર માટે 5000 ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું છે.

તન્વીના પિતા પવન રોય મારુપલ્લી ટેક કંપનીમાં કામ કરે છે અને ટેકનોલોજી સેક્ટરમાં લેઓફ્સના કારણે તેમને નોકરી ગુમાવવાનું જોખમ છે. તન્વીના પેરન્ટ્સ માને છે કે પરિવારના ઈમિગ્રેશન સ્ટેટસની અનિશ્ચિતતાના લીધે તેમની દીકરી નાસી છૂટી હશે. તેઓ લાંબા સમયથી યુએસમાં કાયદેસર રહ્યા છે અને નાગરિકતા મેળવવા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ, સફળતા મળી નથી. જોકે, હાલ તેમની નોકરી જવાનું કોઈ જોખમ નથી અને હાલ દેશ છોડવો પડે તેવી ચિંતા પણ નથી.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ ગયા વર્ષના નવેમ્બરથી ગૂગલ, માઈક્રોસોફ્ટ, ફેસબૂક અને એમેઝોન સહિતની કંપનીઓમાંથી આશરે 200,000 આઈટી વર્કર્સને લે-ઓફ કરાયા છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રો જણાવે છે કે આમાંથી 30-40 ટકા તો ભારતીય પ્રોફેશનલ્સ છે જેમાંના મોટા ભાગના H-1B અને L1 વિઝા પર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter