અલબામામાં યોગ પર પ્રતિબંધ જૈસે થેઃ હિન્દુત્વનો ભય!

Wednesday 07th April 2021 06:51 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાના અલબામામાં ખાનગી શાળાઓમાં યોગ પર દાયકાઓથી લાગેલો પ્રતિબંધ ચાલુ રહેશે. અલબામા સેનેટ ન્યાય સમિતિમાં ૩૧ માર્ચે થયેલી જાહેર સુનાવણી પછી પણ આ પ્રતિબંધને દૂર કરવાની દરખાસ્તને મંજૂરી નહોતી મળી.
બે રૂઢિચુસ્ત જૂથોએ ભારતમાં લોકપ્રિય યોગ શાળામાં શરૂ કરવા સામે વાંધો નોંધાવ્યો હતો. જૂથોની દલીલ હતી કે તેમને ડર છે કે હિંદુત્વ કે ધ્યાન લગાવવાની આ પદ્ધતિનો પ્રચાર થઇ શકે છે. તેને પરિણામે ધર્મપરિવર્તન પણ થઇ શકે છે.
બિલના સમર્થક સેનેટરે જણાવ્યું હતું કે દરખાસ્ત વ્યાયામ સાથે સંકળાયેલી છે અને કોઇ ધર્મ સાથે નથી સંકળાયેલી. સેનેટમાં યોગની તરફેણ અને વિરોધ એમ બંને સૂર જોવા મળ્યા હતા. ઓપેલિકાના ડેમોક્રેટિક પ્રતિનિધિ જેરેમી ગ્રેએ જણાવ્યું હતું કે, ‘એવી ધારણા પ્રવર્તે છે કે યોગ કરવાથી તમે હિંદુ થઇ જશો. હું ૧૦ વર્ષથી યોગ કરું છું અને ચર્ચમાં પણ જાઉં છું અને ખ્રિસ્તી પણ છું.’ બોર્ડ ઓફ એજ્યુકશને ૧૯૯૩માં ખાનગી શાળાઓમાં યોગ, સંમોહન અને ધ્યાન લગાવવા સામે પ્રતિબંધ લાદ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter